Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : "The new generation wants dialogue, not dictates": RSS chief Mohan Bhagwat

VIDEO: "નવી પેઢી આદેશ નહીં, સંવાદ ઈચ્છે છે": RSS પ્રમુખ મોહન ભાગવતનું મહત્વપૂર્ણ નિવેદન

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના પ્રમુખ મોહન ભાગવતે નવી દિલ્હીમાં આયોજિત 'વિશ્વ માંગલ્ય સભા' નામના કાર્યક્રમમાં 'સમકાલીન માતત્વ' (Contemporary Motherhood) વિષય પર મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. તેમણે જણાવ્યું કે આજના બાળકો અને યુવા પેઢી દરેક બાબતમાં તર્ક (Logic) શોધે છે અને તેઓ માત્ર આદેશ (Orders) નહીં, પરંતુ સંવાદ (Dialogue) ઈચ્છે છે. 

App Store

સ્કૂલની બુકમાં હિન્દુ દેવી-દેવતાઓની માહિતી સામેલ થાય

મોહન ભાગવતે સૂચવ્યું છે કે સ્કૂલના અભ્યાસક્રમમાં (School Curriculum) હિન્દુ દેવી-દેવતાઓ વિશેની માહિતીનો સમાવેશ કરવો જોઈએ.  ખાસ કરીને વિદેશોમાં રહેતા બાળકો પૂછતા હોય છે કે ભગવાનનો ચહેરો હાથી કે વાનર જેવો કેમ છે?

જ્યારે બાળકો ઘેર આવીને આવા પ્રશ્નો પૂછે છે, ત્યારે ઘણીવાર પેરેન્ટ્સ (Parents) પાસે તેનો સાચો જવાબ હોતો નથી. તેથી આ વિષયો સ્કૂલ સિલેબસનો ભાગ હોવા જોઈએ જેથી બાળકોની જિજ્ઞાસાઓ શાંત થઈ શકે. જોકે, તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું કે બાળકોને માત્ર બુક્સના ભરોસે  છોડી શકાય નહીં.

યુવા પેઢીને ઓર્ડર નહીં, સંવાદ જોઈએ

યુવાનોની બદલાતી માનસિકતા વિશે વાત કરતા ભાગવતે કહ્યું કે આજના બાળકો માત્ર વડીલોના ઓર્ડરનું પાલન નથી કરતા, પરંતુ દરેક વાતનું વિશ્લેષણ (Analysis) કરે છે. નવી પેઢી સવાલ પૂછે છે અને દરેક વસ્તુ પાછળનું સાયન્સ કે લોજીક જાણવા માંગે છે. તેથી, વડીલો અને પેરેન્ટ્સે તેમની સાથે ખુલ્લા મનથી વાતચીત કરવી પડશે અને તેમને સમજાવવા પડશે.

અંગ્રેજોએ આપણી માનસિકતા બદલી નાખી હતી

આરએસએસના સરસંઘચાલકે જણાવ્યું કે અંગ્રેજોએ આપણા મનમાં એવો ભ્રમ પેદા કર્યો હતો કે આપણું અધ્યાત્મ અને પરંપરાઓ ખોટી છે અને તેમનું વિજ્ઞાન જ સાચું છે. તેમણે કહ્યું, "આપણે આપણી પરંપરાઓ અને અધ્યાત્મ ભૂલી ગયા છીએ. હવે તેને ફરીથી સમજવાનો અને અપનાવવાનો સમય આવી ગયો છે."

દેશ પર વિદેશી આક્રમણો અને ખાસ કરીને અંગ્રેજોના શાસનકાળ દરમિયાન આપણી શિક્ષણ પદ્ધતિ અને વિચારસરણીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

માતત્વ એ સૃષ્ટિના સર્જન અને પોષણનો આધાર છે

ભાગવતે માતત્વને સૃષ્ટિના નિર્માણ, પોષણ અને સમાજની નિરંતરતાનો મુખ્ય આધાર ગણાવ્યો છે. માતા એ બાળકની પહેલી ગુરુ (First Guru) હોય છે, જે તેના વિચારોને યોગ્ય દિશા આપે છે અને જીવનભર ભાવનાત્મક સહારો (Emotional Support) બને છે. બાળકો ઉપદેશો કરતા જોઈને વધુ શીખે છે (Children learn by observing rather than lecturing). તેથી પેરેન્ટ્સે પોતાના પરિવાર સાથે વધુ સમય વિતાવવો જોઈએ અને બાળકોની સામે સારો દાખલો બેસાડવો જોઈએ.

પુરુષોનું માતત્વ જેવા વિષય પર બોલવું એ વિરોધાભાસ છે

પોતાના સંબોધનની શરૂઆતમાં એક રસપ્રદ ટિપ્પણી કરતા મોહન ભાગવતે સ્વીકાર્યું કે તેમના જેવા પુરુષ વક્તા માટે માતૃત્વ જેવા વિષય પર બોલવું એ એક વિરોધાભાસ (Paradox) જેવું છે, કારણ કે આ મૂળભૂત રીતે મહિલાઓનો અધિકાર છે.

કાર્યક્રમ વિશે વિશેષ માહિતી

આ બે દિવસીય રાષ્ટ્રીય કાર્યક્રમ નવી દિલ્હી સ્થિત આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે 'વિશ્વ માલ્ય સભા' દ્વારા યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના સમાપન સત્રમાં અગ્રણી મહિલા નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા:

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી

રાજસ્થાનના ડેપ્યુટી સીએમ દિયા કુમારી

સાંસદ કંગના રાણાવત

સાંસદ બાસુરી સ્વરાજ

સ્વાતિ માલીવાલ

ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી

આ સમાપન સત્રમાં ૯૦૦થી વધુ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.