VIDEO: ગોરખપુરમાં બાળકીની હત્યાથી ચકચાર
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં જિલ્લા હોસ્પિટલમાંથી અપહરણ થયેલી 10 વર્ષની બાળકી મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે આ મામલે પોલીસ કોન્સ્ટેબલ અભિષેકની ધરપકડ કરી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસ તેજ કરી છે. ગોરખપુરના SSP ડૉ. કૌસ્તુભે સમગ્ર મામલે માહિતી આપી હતી. મૃતક બાળકીના પિતા રિંકુ શર્માએ પણ ઘટનાને લઈને દુઃખ અને આક્રોશ વ્યક્ત કર્યો છે. પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાને લઈને વિસ્તારમાં શોક અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

