VIDEO: ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં વીઆઈપી ચીફ મુકેશ સહાનીની પોલીસ દ્વારા અટકાયત
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP) ના પ્રમુખ મુકેશ સહાનીની તેમના પ્રસ્તાવિત 'ઉત્તર પ્રદેશ સંવાદ' અને રાજ્ય પ્રવાસ કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે, જેને પગલે રાજકીય ગરમાવો આવી ગયો છે. સહાની પોતાના પૂર્વનિર્ધારિત કાર્યક્રમો હેઠળ સ્થાનિક લોકો અને કાર્યકરો સાથે બેઠક કરવા માટે ગોરખપુર પહોંચ્યા હતા. જોકે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ સુરક્ષાના કારણો આગળ ધરીને યુપી પોલીસે કાર્યક્રમ સ્થળે પહોંચતા પહેલા જ તેમની અટકાયત કરી લીધી હતી. આ ઘટનાને પગલે વીઆઈપી પાર્ટીના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે. હાલ પોલીસ છાવણી વચ્ચે મામલો થાળે પાડવાના પ્રયાસો ચાલુ છે.

