Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : The main accused in the child murder case in Noida was piled up in an encounter by the police!

VIDEO: નોઈડામાં બાળકની હત્યા કેસના મુખ્ય આરોપીને પોલીસે એન્કાઉન્ટરમાં ઢેર કર્યો!

Timeછેલ્લું અપડેટ : 29 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશના નોઈડામાં માસૂમ બાળકની અપહરણ બાદ કરપીણ હત્યા કરનારા આરોપી સાથે પોલીસનું સામસામે મુકાબલો થયો હતો. નોઈડા પોલીસે ઘેરાબંધી કરતા આરોપીએ બચવા માટે પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો હતો. વળતા જવાબમાં પોલીસે ચલાવેલી ગોળીબારમાં દર્દનાક હત્યાકાંડનો મુખ્ય આરોપી ગંભીર રીતે ઘવાયો હતો અને ત્યારબાદ તેનું મોત નિપજ્યું હતું. માસૂમ બાળકની હત્યાના ગુનામાં સામેલ આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે સ્પેશિયલ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળેથી હથિયારો અને કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસની આ ત્વરિત અને કડક કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને ગુનાખોરોમાં ફાળ પડી છે.

App Store