Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : The lives of about 1 crore Indians are at risk amid the ongoing tensions in the Middle East!

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે 1 કરોડ જેટલા ભારતીયોના જીવ જોખમમાં!

Timeછેલ્લું અપડેટ : 03 Mar 2026
લાઇવ ટીવીGoogle News
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે 1 કરોડ જેટલા ભારતીયોના જીવ જોખમમાં!
સોર્સ : GSTV

અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઇરાન પર હુમલા કરવામાં આવ્યા તે બાદ ઇરાન દ્વારા અનેક વળતા હુમલા થયા છે. અમેરિકાને મદદ કરનારા આસપાસના એવા દેશોને પણ ઇરાન નિશાન બનાવી રહ્યું છે કે જ્યાં મોટી સંખ્યામાં ભારતીયો છે. યુએઇમાં જ ૩૫ લાખ ભારતીયો છે, જ્યારે સાઉદીમાં ૨૭ લાખ, કુવૈતમાં ૧૦ લાખ, કતારમાં ૮ લાખ, ઓમાનમાં ૬૬૦,૦૦૦ ભારતીય છે. હાલ આ યુદ્ધ વચ્ચે આશરે એક કરોડ ભારતીયો ભયજનક સ્થિતિમાં છે. 

App Store

UAEમાં જ 35% ભારતીયો 

યુએઇમાં કુલ વસતીના ૩૫ ટકા ભારતીયો છે, ઇરાન દ્વારા હાલ યુએઇ પર અનેક મિસાઇલો અને ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે. એવામાં ભારતીયોનો જીવ પણ જોખમમાં મુકાયો છે. આ પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે વાતચીત કરી હતી અને ખાડી દેશો પર થયેલા હુમલાની ટિકા કરી હતી. ભારતીયોની સુરક્ષા કરવા બદલ મોદીએ યુએઇના રાષ્ટ્રપતિનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. ગલ્ફ દેશોમાં મોટી સંખ્યામાં ભારતીયો રોજગારી માટે પણ ગયા છે. જ્યારે કેટલાક પર્યટન સ્થળોએ ફરવા માટે ગયા છે.

એસ. જયશંકરે ઈરાન અને ઈઝરાયલના વિદેશ મંત્રી સાથે કરી ટેલિફોનિક વાતચિત

ઇરાને આસપાસના નાના મોટા સહિત આશરે ૧૦થી વધુ દેશો પર હુમલા કરીને અમેરિકાના એરબેઝ કે સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે, જ્યારે દુબઇ જેવા પર્યટન સ્થળ પર પણ ઇરાનની મિસાઇલો ત્રાટકી હતી. એવામાં ભારતીયોનો જીવ જોખમમાં મુકાયો છે જો આ ઘર્ષણ લાંબા સમય સુધી ચાલ્યું તો જે ભારતીયો રોજગારી માટે ગલ્ફ દેશોમાં રહે છે તેમની આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ શકે છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે ઇરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ, ઇઝરાયેલના વિદેશમંત્રી ગિડેઓન સાર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને ભારતીયો અંગે ચિંતા વ્યક્ત કરી હતી.