VIDEO : ભારતની નવી સુરક્ષા નીતિનું પ્રતિબિંબ: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠે PM MODIની પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી
સોર્સ : gstv
ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ નિમિત્તે એક વિશેષ વીડિયો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સૈન્ય ઓપરેશનની જટિલ વ્યૂહરચના, તૈયારીઓ અને આતંકી ઠેકાણાઓ પર કરાયેલા સચોટ હુમલાના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે. આ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આતંકવાદ સામેનો કડક સંદેશ પણ સામેલ છે, જેમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ભારત દરેક આતંકવાદી અને તેના સમર્થકોને શોધીને સજા આપશે. વડાપ્રધાને પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ પર આકરો પ્રહાર કરતા ભારપૂર્વક કહ્યું હતું કે આતંક અને વાતચીત, આતંક અને વેપાર તેમજ પાણી અને લોહી ક્યારેય એકસાથે વહી શકે નહીં. સેનાનો આ વીડિયો ભારતની સુરક્ષા નીતિમાં આવેલા આમૂલ પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે અને સ્પષ્ટ કરે છે કે રાષ્ટ્રહિત માટે ભારત કોઈપણ હદે જવા તૈયાર છે.

