Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : The FCRA Amendment Bill was handed over to the JPC by the Speaker amid uproar from the Opposition

VIDEO: સંસદમાં ભારે વિરોધ વચ્ચે FCRA બિલ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC) ને સોંપાયું, શિયાળુ સત્રમાં રજૂ થશે રિપોર્ટ

Timeછેલ્લું અપડેટ : 12 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સંસદના ચોમાસુ સત્ર (Monsoon Session) માં ચાલી રહેલા ભારે હોબાળા વચ્ચે કેન્દ્ર સરકારે ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ [Foreign Contribution (Regulation) Amendment Bill, 2026] ને વધુ વિગતવાર સમીક્ષા અને તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ [Joint Parliamentary Committee (JPC)] ને સોંપવાનો મોટો નિર્ણય લીધો છે. આ માટે સંસદના બંને ગૃહમાં એક વિશેષ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે.

App Store

લોકસભા અને રાજ્યસભામાં સદનની તીખી નોકઝોંક

લોકસભામાં ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય દ્વારા આ બિલને JPC સમક્ષ મોકલવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેના પર શાસક પક્ષ અને વિપક્ષી નેતાઓ વચ્ચે તીખી બહેસ થઈ હતી:

વિપક્ષનો આક્ષેપ: સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે સ્પષ્ટ કર્યું કે સરકાર આ કાયદો લાવી રહી છે અને વિપક્ષ તેની જોગવાઈઓ સામે વિરોધ નોંધાવી રહ્યો છે.

સરકારનો સ્પષ્ટતા: સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ (Kiren Rijiju) ગૃહમાં જવાબ આપતા જણાવ્યું હતું કે આ બિલ કોઈ પણ લઘુમતી સમુદાય (Minorities) ની વિરુદ્ધમાં નથી, પરંતુ પારદર્શિતા લાવવા માટે છે.

JPC ની રચના અને કામગીરીનું માળખું

બિલની સમીક્ષા માટે રચાયેલી આ સંસદીય સમિતિમાં કુલ ૩૧ સાંસદો (MPs) નો સમાવેશ કરવામાં આવશે:

લોકસભા (Lok Sabha): ૨૧ સાંસદો (જેમની પસંદગી લોકસભા અધ્યક્ષ કરશે).

રાજ્યસભા (Rajya Sabha): ૧૦ સાંસદો (જેમની પસંદગી રાજ્યસભાના સભાપતિ કરશે).

કોરમ (Quorum): કમિટીની અધિકૃત બેઠકો યોજવા માટે કુલ ૩૧ સભ્યોમાંથી ઓછામાં ઓછા ૧/૩ (એક તૃતીયાંશ) સભ્યોની હાજરી અનિવાર્ય રહેશે.

રિપોર્ટ ક્યારે સોંપવામાં આવશે?

જેપીસી (JPC) આ બિલની તમામ જોગવાઈઓની ગહન તપાસ કર્યા બાદ પોતાનો વિગતવાર અહેવાલ સંસદના આગામી શિયાળુ સત્ર ૨૦૨૬ (Winter Session 2026) ના પ્રથમ સપ્તાહના અંતિમ દિવસ સુધીમાં લોકસભા સમક્ષ પ્રસ્તુત કરશે. આ સમિતિના સંચાલન પર લોકસભાના પ્રક્રિયા અને કાર્ય સંચાલન નિયમો (Rules of Procedure and Conduct of Business) લાગુ થશે.

શા માટે FCRA બિલમાં સુધારાની જરૂર પડી?

૨૫ માર્ચ ૨૦૨૬ ના રોજ લોકસભામાં રજૂ કરાયેલું 'એફસીઆરએ સુધારા વિધેયક ૨૦૨૬' વિદેશી ભંડોળ (Foreign Funding) મેળવતી બિન-સરકારી સંસ્થાઓ [Non-Governmental Organisations (NGOs)], ધાર્મિક અને સામાજિક ટ્રસ્ટોના નિયમન સાથે જોડાયેલું છે.

સંપત્તિ જપ્તીનો નિયમ: જો કોઈ સંસ્થાનું FCRA રજીસ્ટ્રેશન રદ થાય, સમાપ્ત થાય કે સરેન્ડર કરવામાં આવે, તો વિદેશી ફંડમાંથી ઊભી કરાયેલી તેની તમામ સંપત્તિઓ સરકારી પ્રાધિકરણ (Authority) ની હેઠળ આવી જશે.

સજાની મુદતમાં ઘટાડો: નિયમોના ઉલ્લંઘન બદલ મહત્તમ સજાની મુદત ૫ વર્ષથી ઘટાડીને ૧ વર્ષ કરવાની જોગવાઈ પણ આ બિલમાં સૂચવવામાં આવી છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News