Video: યમુના નદીના પ્રદૂષણને લઈને દિલ્હી જલ બોર્ડની ટીમે કાર્યવાહી હાથ ધરી

સોર્સ: gstv

દિલ્હીમાં યમુના નદીના પ્રદૂષણને લઈને દિલ્હી જલ બોર્ડની ટીમે કાર્યવાહી હાથ ધરી છે. કાલિંદી કુંજ પાસે યમુના નદીના પાણીના નમૂના એકત્રિત કરવામાં આવ્યા હતા. પાણીની ગુણવત્તા અને પ્રદૂષણના સ્તરની તપાસ માટે આ સેમ્પલ લેવામાં આવ્યા છે. તાજેતરમાં યમુના નદીમાં સફેદ ઝેરી ફીણ જોવા મળ્યા બાદ પાણીની સ્થિતિને લઈને ચિંતા વધી છે. હવે પાણીના નમૂનાઓના પરીક્ષણ બાદ પ્રદૂષણની સ્થિતિ અંગે વધુ સ્પષ્ટતા થશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત