VIDEO: કલેક્ટર કચેરીએ આત્મવિલોપનનો પ્રયાસ
સોર્સ : gstv
ઇન્દોરમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જનસુનાવણી દરમિયાન એક વ્યક્તિએ આત્મવિલોપનનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, ₹11.20 લાખના ડીજે વાહનના સોદાને લઈને ચાલી રહેલા વિવાદના કારણે વ્યક્તિએ આ પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે કચેરી પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને હાજર અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક દરમિયાનગીરી કરી હતી. આ મામલે ઇન્દોરના એસડીએમ ઘનશ્યામ ધંગરે ઘટનાની માહિતી આપી હતી. સમગ્ર ઘટનાને લઈને અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જનસુનાવણી દરમિયાન બનેલી આ ઘટનાના વિઝ્યુઅલ્સ પણ સામે આવ્યા છે.

