VIDEO: રૂ.50 લાખના રસ્તાના કામ સામે ગ્રામજનોનો વિરોધ, કલેક્ટરને આવેદન
સોર્સ : gstv
વલસાડના ઉમરગામ તાલુકામાં રૂ.50 લાખના ખર્ચે બની રહેલા રસ્તાને લઈને વિવાદ સર્જાયો છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ, સરીગામ ગ્રામ પંચાયત નજીક પુનાટ-કરજગામ વિસ્તારમાં સર્વગ્રાહી ફંડમાંથી રસ્તાનું કામ ચાલી રહ્યું છે. આ રસ્તાની આસપાસ માનવ વસ્તી કે ફળિયું ન હોવા છતાં સરકારી નાણાંનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ ગ્રામજનોએ લગાવ્યો છે. વધુમાં, રસ્તાના નિર્માણથી આદિવાસી ખેડૂતોની ખેતીની જમીન અને નહેરને અસર થવાની પણ રજૂઆત કરવામાં આવી છે. ગ્રામજનોએ રસ્તો માલેતુજારોને લાભ પહોંચાડવા માટે બનાવાઈ રહ્યો હોવાનો આક્ષેપ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને અપક્ષ ટીમના આગેવાને પણ ભાજપના ધારાસભ્ય સામે આક્ષેપ કરતા વિવાદ વધુ વકર્યો છે.

