VIDEO: CJPએ સરકારના ધબકારા વધાર્યાં, ચૂંટણી વ્યવસ્થામાં વ્યાપક સુધારા ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનું એલાન
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે 10 ઓક્ટોબરે પ્રસ્તાવિત પ્રદર્શન પહેલા કોકરોચ જનતા પાર્ટી અને વિવિધ વિદ્યાર્થી સંગઠનોએ દેશભરમાં એકજૂટ આંદોલનનું આહ્વાન કર્યું છે. સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે આ આંદોલન માત્ર CECના રાજીનામા સુધી સીમિત નહીં રહે, પરંતુ ચૂંટણી વ્યવસ્થામાં વ્યાપક સુધારા ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. બુધવારે નવી દિલ્હીમાં યોજાયેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં CJP સાથે ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન, ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશન, સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી સંગઠનના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. આ સંગઠનોએ વિપક્ષી INDIA ગઠબંધનના સાંસદો દ્વારા ચૂંટણી પંચ કાર્યાલય તરફ કાઢવામાં આવેલી વિરોધ માર્ચને પોતાનું સમર્થન આપ્યું છે. વિદ્યાર્થી નેતાઓએ જણાવ્યું કે આ લડાઈ લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયાની સુરક્ષા માટે છે, જેમાં વિપક્ષી દળો, વિદ્યાર્થી સંગઠનો અને નાગરિક સમાજ એકસાથે જોડાયેલા છે.

