VIDEO: યુપીના સંભલમાં ગેરકાયદે દબાણ પર તંત્રનું બુલડોઝર ફર્યું
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં કોર્ટના આદેશ બાદ વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને ગેરકાયદેસર દબાણ હટાવવાની વ્યાપક ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા જેસીબીની મદદતી ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી...સ્થાનિકે ધીરેન્દ્ર કુમાર સિંહે જણાવ્યું હતું કે, કોર્ટના કડક આદેશોનું પાલન કરીને સરકારી જમીન પરથી તમામ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. તંત્રની આ કડક કાર્યવાહીને પગલે સ્થાનિક લોકોમાં મિશ્ર પ્રતિભાવો જોવા મળ્યા3..જોકે તંત્ર સઘન બંદોબસ્ત સાથે ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી કરતું જોવા મળ્યું હતુ..

