Video: આગ્રામાં કાર્તિક પૂર્ણિમાના પાવન અવસરે વિશ્વપ્રસિદ્ધ તાજમહેલની સુંદરતા વધુ નિખરી ઊઠી

ઉત્તર પ્રદેશના આગ્રામાં કાર્તિક પૂર્ણિમાના પાવન અવસરે વિશ્વપ્રસિદ્ધ તાજમહેલની સુંદરતા વધુ નિખરી ઊઠી હતી. તાજમહેલની પાછળ આકાશમાં પૂર્ણ ચંદ્રનું આગમન થતાં અદભુત નજારો સર્જાયો હતો. સફેદ આરસપહાણથી બનેલા તાજમહેલ અને ચાંદનીના અદભુત સંગમે લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. પૂર્ણિમાના ચંદ્રની રોશનીમાં તાજમહેલની ભવ્યતા અને સુંદરતા આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ નજારો નિહાળવા માટે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક લોકોએ આ યાદગાર ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરી હતી.
જાહેરાત















