Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : The acid released from the water bottle bought from the shop, the girl started vomiting blood after drinking it!

VIDEO: દુકાનમાંથી ખરીદેલી પાણીની બોટલમાંથી નીકળ્યું એસિડ, પીતાની સાથે જ યુવતીને થવા લાગી લોહીની ઉલ્ટીઓ!

Timeછેલ્લું અપડેટ : 12 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઉત્તર પ્રદેશના હાપુડમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવતીએ દુકાનદાર પાસેથી ખરીદેલી પાણીની બોટલમાં એસિડ હોવાનો આરોપ લગાવ્યો છે. યુવતીએ પાણી સમજીને એસિડનો ઘૂંટડો પી લીધો હતો, જેના કારણે તેની હાલત ગંભીર થઈ ગઈ છે. હાલમાં યુવતીને સારવાર માટે મેરઠના હાયર સેન્ટરમાં દાખલ કરવામાં આવી છે.

App Store

બીજી તરફ, યુવતી દ્વારા દુકાનદાર પાસેથી પાણીની બોટલ ખરીદવાના સીસીટીવી (CCTV) પણ સામે આવ્યા છે, જે અત્યારે વાયરલ થઈ રહ્યા છે. આ સમગ્ર મામલો હાપુડના નગર કોતવાલી વિસ્તારના અર્જુન નગર મહોલ્લાની એક દુકાનનો હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, અહીં એક યુવતીએ પાણી માંગતા તેને કથિત રીતે એક નામાંકિત બ્રાન્ડની બોટલ આપવામાં આવી હતી, પરંતુ બોટલમાં પાણીની જગ્યાએ એસિડ ભરેલું હતું. જેવી યુવતીએ બોટલમાંથી પાણીનો ઘૂંટડો લીધો કે તરત જ તેની તબિયત અચાનક બગડી ગઈ હતી.

પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી

ઘટના બાદ પરિવારજનો અને આસપાસના લોકોએ યુવતીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી હતી, જ્યાં ડૉક્ટરોએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેની ગંભીર હાલત જોઈને તેને મેરઠ હાયર સેન્ટર રિફર કરી દીધી હતી. ઘટનાની માહિતી મળતા જ હાપુડ નગર કોતવાલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

પ્રાથમિક તપાસમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે બોટલમાં એસિડ કેવી રીતે પહોંચ્યું અને આમાં કોની બેદરકારી છે? પોલીસ સીસીટીવી ફૂટેજ સહિત અન્ય પુરાવાઓના આધારે સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. હાલમાં યુવતીની સારવાર હાયર સેન્ટરમાં ચાલી રહી છે. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે, જ્યારે સામે આવેલા સીસીટીવી ફૂટેજે આખા મામલાને વધુ ગંભીર બનાવી દીધો છે.