Video: પિંપરી-ચિંચવડમાં સોફ્ટવેર એન્જિનિયર કોમલ દહાકે હત્યા કેસમાં આરોપી ઝડપાયો ફાંસીની સજાની માંગ

મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવડ વિસ્તારમાં ચકચાર મચાવનાર સોફ્ટવેર એન્જિનિયર કોમલ દહાકે હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી હતી . તપાસ બાદ પોલીસે આ ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી . બીજી તરફ, આ હત્યાને પગલે મૃતક યુવતીના પરિવારજનો અને નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો પીડિત પરિવારને ઝડપી ન્યાય મળે તે માટે કેસ ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં ચલાવવા અને આરોપીને ફાંસીની કડક સજા આપવાની માંગ ઉઠી હતી . હાલ પોલીસ દ્વારા હત્યા પાછળના ચોક્કસ કારણો અને અન્ય પાસાઓ અંગે આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી
જાહેરાત












