VIDEO: જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની 84મી બટાલિયન દ્વારા ગર્વભેર 41મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો
સોર્સ : GSTV
જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની 84મી બટાલિયન દ્વારા ગર્વભેર 41મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ ખાસ પ્રસંગે આયોજિત ભવ્ય સમારોહમાં દેશની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનારા અમર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સાથે જ, પવિત્ર અમરનાથ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સેવામાં પ્રશંસનીય કામગીરી કરનારા જવાનોને વિશેષ રૂપે સન્માનિત કરવામાં આવ્યા હતા. બટાલિયનના વરિષ્ઠ અધિકારીઓએ જવાનોની બહાદુરી અને સમર્પણની પ્રશંસા કરી હતી. કાર્યક્રમ દરમિયાન જવાનોના મનોરંજન માટે વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પણ યોજાઈ હતી, જેણે સૌમાં દેશભક્તિનો નવો ઉત્સાહ ભર્યો હતો.

