VIDEO: ગરમીથી મળી રાહત? જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં પ્રવાસીઓનો જમાવડો, પીર કી ગલીમાં બરફની મજા માણતા સહેલાણીઓ
VIDEO: સમગ્ર દેશમાં જ્યારે ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે લોકો હવે ઠંડકની શોધમાં પહાડો તરફ પ્રયાણ કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આવેલી પીર કી ગલી અત્યારે પ્રવાસીઓનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે. પીરપંજાલ પર્વતમાળાના બરફથી લદાયેલા પહાડો વચ્ચે સહેલાણીઓ મોજ માણી રહ્યા છે.
દેશના મેદાની વિસ્તારોમાં વધી રહેલી કાળઝાળ ગરમીની વચ્ચે જમ્મુ-કાશ્મીરનું શોપિયાં પ્રવાસીઓ માટે સૌથી મનપસંદ સ્થળ સાબિત થઈ રહ્યું છે. શોપિયાંને પુંછ જિલ્લા સાથે જોડતા ઐતિહાસિક મુગલ રોડ પર સ્થિત પીર કી ગલી ખાતે અત્યારે પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. પીરપંજાલ પર્વતમાળામાં આવેલી આ જગ્યા અત્યારે પણ બરફથી છવાયેલી છે.
પહાડો પર જામેલો સફેદ બરફ ગરમીથી કંટાળેલા પ્રવાસીઓને અદભૂત ઠંડકનો અહેસાસ કરાવી રહ્યો છે. દેશના ખૂણેખૂણેથી આવેલા પ્રવાસીઓ અહીં બરફ સાથે મસ્તી કરતા અને પ્રકૃતિના સૌંદર્યને કેમેરામાં કેદ કરતા જોવા મળ્યા હતા.

