VIDEO: દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું આગામી વર્ષે મે-જૂનમાં પરીક્ષણ શરૂ થશે: વડોદરાથી મુંબઈ માત્ર દોઢ કલાકમાં પહોંચાશે
સોર્સ : gstv
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે દેશની પહેલી સ્વદેશી બુલેટ ટ્રેનનું ટ્રાયલ આગામી વર્ષના મે અથવા જૂન મહિનામાં શરૂ થશે. વડોદરામાં નમો ફોર વિકસિત ભારત કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે ટ્રાયલ શરૂ થયાના બેથી ચાર મહિનામાં આ ટ્રેન લોકો માટે ખુલ્લી મુકાશે...મુંબઈ-અમદાવાદ કોરિડોર પર નિર્માણાધીન આ પ્રોજેક્ટ અંતર્ગત સુરત-વાપી સેક્શન ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે. આ હાઇ-સ્પીડ ટ્રેન શરૂ થવાથી વડોદરાથી મુંબઈનું અંતર માત્ર દોઢ કલાકમાં કાપી શકાશે, જે આત્મનિર્ભર ભારત વિઝનને વધુ મજબૂત બનાવશે.

