Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Tensions over seat sharing in NDA In Bihar Assembly Election

બિહાર: NDAમાં સીટ શેરિંગને લઇને ખેચતાણ, ચિરાગ પાસવાન-માંઝીએ ભાજપ-JDUની મુશ્કેલી વધારી

Timeછેલ્લું અપડેટ : 08 Oct 2025
લાઇવ ટીવીGoogle News
બિહાર: NDAમાં સીટ શેરિંગને લઇને ખેચતાણ, ચિરાગ પાસવાન-માંઝીએ ભાજપ-JDUની મુશ્કેલી વધારી
સોર્સ : GSTV

NDAમાં સીટ શેરિંગ પર પેચ ફસાયો છે. માંઝી ચિરાગ પાસવાનને કારણે ફસાઇ ગયા છે.માંઝી 15 બેઠક પર ચૂંટણી લડવા માંગ્યા છે. JDU-BJP 7-8 બેઠકથી વધારે આપવા તૈયાર નથી. ચિરાગ પાસવાન 36-40 બેઠક માંગી રહ્યા છે. JDU-BJP 22 બેઠક કરતા વધુ આપવા તૈયાર નથી.

App Store

ચિરાગ પાસવાન-માંઝીએ વધારે સીટો માંગી

ચિરાગ પાસવાન બાદ જીતનરામ માંઝી પણ ભાજપને આંખ બતાવી રહ્યા છે. સોશિયલ મીડિયા સાઇટ X પર માંઝીએ લખ્યુ કે, ન્યાય અગર તો આધા દો, યદિ ઉસમે ભી કોઇ બાધા હો, તો દે દો કેવલ 15 ગ્રામ, રખો અપની ધરતી તમામ, HAM વહી ખુશી સે ખાએગે, પરિજન પે અસી ના ઉઠાએગે.

36 બેઠક કરતા ઓછી મંજૂર નથી- ચિરાગ પાસવાનની પાર્ટી LJPR

ચિરાગ પાસવાન સાથે થયેલી મુલાકાત પર LJPRના સૂત્રોએ દાવો કર્યો- 36 બેઠક કરતા ઓછી મંજૂર નથી. ભાજપે એક લોકસભા પર 6 વિધાનસભાની ફોર્મૂલા સહયોગી નાની પાર્ટીઓ માટે નક્કી કરી છે જેમાં ચિરાગ પાસવાનને પાંચ સાંસદના હિસાબથી 30 બેઠક પર સહમત છે પરંતુ ચિરાગની પાર્ટીનું કહેવું છે કે લોકસભામાં ઓછી બેઠક મલી હતી અને કહેવામાં આવ્યું હતું કે વિધાનસભામાં પૂર્ણ કરીશું. અમને રાજ્યસભા નથી જોઇતી. 36+ પર જ સમજૂતિ થશે. આગળ બેઠકોના મુદ્દા પર અરુણ ભારતી વાત કરશે.

ભાજપનો દિલ્હીના 15 નેતાઓ બિહાર મોકલવાનો નિર્ણય

બિહાર વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપ પોતાની પુરી તાકાત લગાવી રહ્યુ છે. ભાજપના રાષ્ટ્રીય નેતૃત્ત્વએ દિલ્હી ભાજપના 15 નેતાઓને બિહાર જવા કહ્યું છે જેમાં સાંસદ મનોજ તિવારી, કેન્દ્રીય રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રા, સાંસદ કમલજીત સેહરાવત, સાંસદ બાંસુરી સ્વરાજ, સાંસદ રામવીર બિડુડી, પૂર્વ સાંસદ રમેશ બિધુડી, NDMC ઉપાધ્યક્ષ કુલજીત ચહલ, ધારાસભ્ય અજય વર્મા, ધારાસભ્ય અજય મહાવર, ભાજપના નેતા રાજીવ બબ્બર સહિત અન્ય નેતાઓને અલગ અલગ જિલ્લામાં ચૂંટણી મેનેજમેન્ટનું કામ સોપવામાં આવ્યું છે.

બે બેઠક પર વિધાનસભા ચૂંટણી લડી શકે છે તેજસ્વી યાદવ

તેજસ્વી યાદવ બે બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડી શકે છે. રાધોપુરના સિવાય ફુલપરાસથી પણ ચૂંટણી લડી શકે છે. તેજસ્વી ચૂંટણી લડે છે તો પુરા મિથિલાંચલ પર અસર પડી શકે છે. કર્પૂરી ઠાકુર પણ આ બેઠક પરથી ધારાસભ્ય રહી ચુક્યા છે.

ટોપિક્સ:BJPbihar assembly electionNDA