VIDEO: વિદ્યાર્થીઓના આંદોલનને લઈ તેજસ્વી યાદવની સરકારને ચેતવણી
સોર્સ : gstv
વિદેશ પ્રવાસ બાદ બિહાર પરત ફરેલા વિપક્ષના નેતા તેજસ્વી યાદવે પટના એરપોર્ટ પર રાજ્ય સરકાર પર વિદ્યાર્થીઓના આંદોલનને લઈ આકરા પ્રહાર કર્યા. તેમણે સમ્રાટ ચૌધરી પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે સરકાર પોલીસના બળે વિદ્યાર્થીઓ અને વિપક્ષની અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે જણાવ્યું કે તેમના મોટા ભાઈ તેજ પ્રતાપ યાદવ સામે પણ ગંભીર કલમો હેઠળ કેસ નોંધાવી જેલમાં મોકલવામાં આવ્યા છે. તેમણે ચેતવણી આપી કે જો વિદ્યાર્થીઓ સામેના કેસ પાછા નહીં ખેંચાય અને ધરપકડ કરાયેલા લોકોને મુક્ત નહીં કરવામાં આવે તો બિહારમાં મોટું જનઆંદોલન શરૂ કરવામાં આવશે.

