VIDEO: શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ટેકનોલોજી આધારિત કૌશલ્ય વિકાસથી યુવાનોને મળશે નવી રોજગારી
સોર્સ : gstv
રાજ્યસભામાં સાંસદ મયંક નાયક દ્વારા પ્રશ્નકાળ દરમિયાન પશ્ન પૂછવામાં આવ્યો હતો જેમાં શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખ માંડવિયાએ નવી ટેકનોલોજી અને બદલાતા સમય સાથે યુવાનોના કૌશલ્ય વિકાસ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે બદલાતા સમય સાથે કામ કરવાની પદ્ધતિઓ બદલાઈ રહી છે, જેમાં ખેતીમાં ડ્રોન ટેકનોલોજીથી લઈને વિવિધ ઉદ્યોગોમાં નવી મશીનરીનો ઉપયોગ વધી રહ્યો છે. સરકાર સ્કિલ ઇન્ડિયા મિશન હેઠળ ઇન્ડસ્ટ્રીઝ ક્લસ્ટર અને હબ-એન્ડ-સ્પોક આઇટીઆઇ મોડેલ દ્વારા યુવાનોનું સ્કિલિંગ અને રિ-સ્કિલિંગ કરી રહી છે.

