Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 27 laborers trapped in tunnel after landslide in Sikkim

VIDEO: સિક્કિમમાં ભૂસ્ખલન બાદ ટનલમાં 27 શ્રમિકો ફસાયા, ઝેરી ગેસની અસરથી બચાવકર્મીઓની તબિયત લથડી

Timeછેલ્લું અપડેટ : 20 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : X

સિક્કિમના નામચી જિલ્લામાં આવેલી નિર્માણાધીન સમરદુંગ ટનલમાં ભૂસ્ખલનના કારણે મોટો અકસ્માત સર્જાયો છે. ટનલનું પ્રવેશદ્વાર કાટમાળથી બંધ થઈ જતાં અંદર કામ કરી રહેલા શ્રમિકો ફસાઈ ગયા છે. તંત્ર દ્વારા તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે કલાકોથી કઠિન રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

App Store

ટનલની અંદર ઝેરી ગેસ લીકેજનો ખતરો

ભૂસ્ખલનને કારણે ગેટ બંધ થવાની સાથે ટનલની અંદર મીથેન જેવા કુદરતી ઝેરી ગેસના રિસાવાની આશંકા ઊભી થઈ છે. આ ગેસની અસરથી બચાવ કાર્યમાં જોડાયેલા કેટલાક રાહતકર્મીઓની પણ તબિયત લથડી છે. પરિણામે, રેસ્ક્યુ ટીમે ખાસ ગેસ માસ્ક અને સુરક્ષા ઉપકરણો સાથે સાવચેતીપૂર્વક કામગીરી આગળ વધારવી પડી રહી છે.

ભારે વરસાદ અને ઝેરી ગેસના જોખમ વચ્ચે રાહત કાર્ય

ઘટનાની જાણ થતાં જ NDRF, SDRF, પોલીસ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક તંત્રની સંયુક્ત ટીમો સ્થળ પર પહોંચી ગઈ છે. સતત ભારે વરસાદ અને ઝેરી ગેસના જોખમ વચ્ચે ટીમો તબક્કાવાર કાટમાળ હટાવી રહી છે. ફસાયેલા તમામ શ્રમિકો સુધી પહોંચવા માટે બચાવ ટુકડીઓ ભારે જહમત ઉઠાવી રહી છે.

મેડિકલ ટીમ તૈનાત અને તપાસના આદેશ

ટનલની બહાર તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમો તૈનાત રાખવામાં આવી છે. બહાર કાઢવામાં આવનારા શ્રમિકોને નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર ખાતે પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ છે. તંત્ર દ્વારા આ અંગે જણાવાયું છે કે, 'શક્ય એટલી ઝડપે તમામ શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે અને ઘટનાની તપાસના આદેશ પણ આપી દેવાયા છે.'