VIDEO / TCS જાતીય સતામણી કેસ: નિદા ખાનને આશ્રય આપનાર આરોપી કોર્પોરેટરની ગેરકાદેસર મિલકતો પર બુલડોઝ ફર્યું
સોર્સ : gstv
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં પ્રશાસને નાસિકના ચર્ચિત ટીસીએસ ધર્માંતરણ અને જાતીય સતામણી કેસના આરોપીને આશ્રય આપવાના મામલે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની મુખ્ય આરોપી નિદા ખાનને પોતાના ઘરે આશ્રય આપવાના આરોપ હેઠળ એઆઈએમઆઈએમના કોર્પોરેટર મતીન પટેલની ગેરકાયદેસર મિલકતો પર આજે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.

