VIDEO: તમિલનાડુના નવા મુખ્યમંત્રી વિજયને સચિવાલયમાં અપાયું 'ગાર્ડ ઓફ ઓનર', અધિકારીઓ સાથે વહીવટી કામગીરીની કરી સમીક્ષા
સોર્સ : gstv
ચેન્નાઈમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ ટીવીકે ચીફ વિજયનું તમિલનાડુ સચિવાલય ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સચિવાલય પહોંચતા જ તમિલનાડુ પોલીસ દ્વારા તેમને ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ અને સચિવોએ પુષ્પગુચ્છ આપીને તેમનું અભિવાદન કર્યું હતું.
મુખ્યમંત્રી તરીકેની તેમની આ પ્રથમ સત્તાવાર મુલાકાત હોવાથી સચિવાલય પરિસરમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગાર્ડ ઓફ ઓનર સ્વીકાર્યા બાદ વિજયે વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને વહીવટી કામગીરીની સમીક્ષા કરી હતી. અભિનેતામાંથી મુખ્યમંત્રી બનેલા વિજયની એક ઝલક મેળવવા માટે સચિવાલયની બહાર મોટી સંખ્યામાં સમર્થકો પણ ઉમટી પડ્યા હતા, જે રાજ્યના રાજકારણમાં આવેલા નવા પરિવર્તનને દર્શાવે છે.

