Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Himanta Biswa Sarma reaches Raj Bhavan in Assam

VIDEO: આસામમાં હિમંતા બિસ્વા સરમા રાજભવન પહોંચ્યા, રાજ્યપાલ સમક્ષ વિધિવત રીતે સરકાર બનાવવાનો રજૂ કર્યો દાવો

Timeછેલ્લું અપડેટ : 10 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આસામમાં નવી સરકારની રચના પ્રક્રિયા તેજ બની છે, જે અંતર્ગત ભાજપના નિરીક્ષકો અને કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડા તેમજ હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની ગુવાહાટી પહોંચ્યા હતા. તેમની સાથે ભાજપ વિધાયક દળના નવનિયુક્ત નેતા હિમંતા બિસ્વા સરમા પણ રાજભવન ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાજ્યપાલ સમક્ષ વિધિવત રીતે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.

App Store

નિરીક્ષકોની હાજરીમાં વિધાયક દળની બેઠક બાદ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં બહુમતી ધારાસભ્યોના સમર્થન સાથે નવો શાસનકાળ શરૂ કરવાની તૈયારીઓ દર્શાવવામાં આવી છે. સરમાએ રાજ્યપાલને મળીને ધારાસભ્યોની યાદી અને સમર્થન પત્ર સોંપ્યા હતા, ત્યારબાદ હવે આગામી ૧૨ મેના રોજ શપથ ગ્રહણ સમારોહ યોજાવાની શક્યતા છે.