VIDEO: તમિલનાડુના ધારાસભ્યોને મળશે નવી કાર અને માસિક ભથ્થું, મુખ્યમંત્રી વિજયની જાહેરાત
સોર્સ : gstv
તમિલનાડુ વિધાનસભામાં મુખ્યમંત્રી વિજયે રાજ્યના તમામ ધારાસભ્યો માટે મોટી જાહેરાત કરી છે. ધારાસભ્યો પોતાના મતવિસ્તારમાં સરળતાથી મુસાફરી કરી શકે અને લોકોની જરૂરિયાતો પૂરી કરી શકે તે માટે સરકાર તેમને નવી કાર આપશે….આ સાથે ધારાસભ્યોને ડ્રાઇવરના પગાર અને કારના ખર્ચ માટે દર મહિને ૭૫ હજાર રૂપિયાનું ભથ્થું મળશે. તેમજ દરેક ધારાસભ્યની ઓફિસમાં સહાયક રાખવા માટે દર મહિને ૨૫,૦૦૦ રૂપિયા આપવામાં આવશે. અગાઉ વીસીકે ધારાસભ્ય જોતિમાનીએ લોજિસ્ટિક્સ સપોર્ટ માટે વિનંતી કરી હતી, ત્યારબાદ આ નિર્ણય લેવાયો છે.

