Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Suvendu Adhikari Becomes Bengal's New Chief Minister;

VIDEO : શુભેન્દુ અધિકારી બંગાળના નવા મુખ્યમંત્રી બન્યા; પીએમ મોદીની હાજરીમાં શપથ લીધા

Timeછેલ્લું અપડેટ : 09 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

West Bengal CM: પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં આજથી એક નવો અધ્યાય લખાવવા જઈ રહ્યો છે. ભાજપના નેતા શુભેન્દુ અધિકારી આજે (નવમી મે) કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સવારે 11 વાગ્યે યોજાનારા આ ભવ્ય સમારોહ સાથે જ રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસના 15 વર્ષના શાસનનો સત્તાવાર રીતે અંત આવશે.

App Store

સીએમ યોગીએ સીએમ સુવેન્દુને ગમછા ભેટમાં આપ્યો

શપથ લીધા પછી તરત જ, સુવેન્દુ અધિકારીએ પીએમ મોદીના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા. ત્યારબાદ, પીએમ મોદીએ તેમને ભેટી પડ્યા. સુવેન્દુએ મંચ પર હાજર દરેક નેતા સાથે એક પછી એક હાથ મિલાવ્યા અને બધાએ તેમને અભિનંદન આપ્યા. જ્યારે સુવેન્દુ યોગી આદિત્યનાથને મળવા ગયા, ત્યારે યોગીએ તેમના પર પોતાનો ગમછા પહેરાવીને તેમનું સ્વાગત કર્યું.

દિલીપ ઘોષે મંત્રી પદના શપથ (Oath) ગ્રહણ કર્યા

પશ્ચિમ બંગાળમાં નવી સરકારની રચનાની પ્રક્રિયા તેજ બની છે. શુભેન્દુ અધિકારી બાદ ભાજપના દિગ્ગજ નેતા દિલીપ ઘોષે મંત્રી પદના શપથ (Oath) ગ્રહણ કર્યા છે. રાજ્યપાલ દ્વારા તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમણે વડાપ્રધાન મોદી અને અન્ય વરિષ્ઠ નેતાઓના આશીર્વાદ લીધા હતા.

મહિલા ચહેરો અને મતુઆ સમુદાયનું પ્રતિનિધિત્વ

આ શપથગ્રહણ સમારોહમાં અન્ય બે મહત્વના ચહેરાઓએ પણ મંત્રી પદના શપથ લીધા:

  • અગ્નિમિત્રા પોલ (Agnimitra Paul): આસનસોલ દક્ષિણના નવનિર્વાચિત ધારાસભ્ય અગ્નિમિત્રા પોલે પણ મંત્રી તરીકે શપથ લીધા છે. તેઓ જાણીતા ફેશન ડિઝાઇનર (Fashion Designer) માંથી નેતા બન્યા છે અને બંગાળ ભાજપમાં મજબૂત મહિલા ચહેરો (Strong Female Face) માનવામાં આવે છે.

  • અશોક કીર્તન્યા (Ashok Kirtania): બનગાંવ ઉત્તરથી સતત બીજી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અશોક કીર્તન્યાએ પણ મંત્રી પદના શપથ લીધા હતા. તેઓ ખાસ કરીને મતુઆ સમુદાય (Matua Community) ના કલ્યાણ માટે સક્રિય રીતે કામ કરવા માટે જાણીતા છે.

ક્ષુદીરામ ટુડુએ લીધા મંત્રી પદના શપથ

રાનીબાંધ બેઠક પરથી પ્રથમવાર ધારાસભ્ય બનેલા ક્ષુદીરામ ટુડુ (Kshudiram Tudu) એ પણ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. વ્યવસાયે શિક્ષક (Teacher) એવા ક્ષુદીરામ બંગાળ ભાજપનો મોટો આદિવાસી ચહેરો (Tribal Face) માનવામાં આવે છે.

પીએમ મોદીએ માખણલાલ સરકારના ચરણસ્પર્શ કર્યા 

શુભેન્દુ અધિકારીના શપથગ્રહણ સમારોહ માટે હાજર પીએમ મોદીએ બંગાળ ભાજપના સૌથી જૂના કાર્યકર માખણલાલ સરકારને સન્માનિત કર્યા હતા. પીએમ મોદી તેમને ગળે ભેટ્યા અને પછી ચરણસ્પર્શ કરી તેમના આશીર્વાદ પણ લીધા હતા. 

CM યોગી, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ કોલકાતા પહોંચ્યા 

એનડીએ શાસિત 20 જેટલા રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ શુભેન્દુ અધિકારીના શપથ સમારોહમાં ભાગ લેવા માટે કોલકાતા પહોંચી ગયા છે. આ એક પ્રકારે ભાજપનું શક્તિ પ્રદર્શન પણ માનવામાં આવી રહ્યું છે. 

કોણ કોણ લઇ શકે છે શપથ? 

આજે શુભેન્દુ અધિકારીની સાથે સાથે ભાજપના નવા ચુંટાયેલા મહિલા નેતા અગ્નિમિત્રા પોલ, સિલિગુડીથી ચૂંટાયેલા નેતા શંકર ઘોષ પણ શપથ લે તેવી શક્યતા છે. 

બ્રિગેડ ગ્રાઉન્ડ પહોંચ્યા પીએમ મોદી 

વડાપ્રધાન મોદી આજે પ.બંગાળના નવા સીએમ શુભેન્દુ અધિકારીના શપથ સમારોહમાં હાજરી આપવા માટે કોલકાતાના પરેડ ગ્રાઉન્ડ પહોંચી ગયા છે.  

VVIP મહેમાનોનો જમાવડો

આ હાઇ-પ્રોફાઇલ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિશેષ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના 20 થી વધુ મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા કોલકાતા પહોંચ્યા છે.