VIDEO: કુન્નુર જંગલ વિસ્તારમાં દીપડાનું શંકાસ્પદ મૃત્યુ
સોર્સ : gstv
તમિલનાડુના નીલગિરી જિલ્લાના કુન્નુર નજીક આવેલા જંગલ વિસ્તારમાં એક પુખ્ત વયનો નર દીપડો શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવતા વન વિભાગમાં દોડધામ મચી ગઈ હતી . સ્થાનિક લોકો દ્વારા આ અંગેની જાણ કરવામાં આવતા જ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારને પોતાના કબજામાં લીધો હતો. દીપડાના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે વન વિભાગ દ્વારા વેટરનરી ડૉક્ટરોની ટીમ દ્વારા તેનું પેાસ્ટમોર્ટમ એટલે કે શબપરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું . પ્રાથમિક તપાસમાં આ મામલો શિકારનો છે કે કુદરતી મોતનો તે દિશામાં તપાસ ચાલી રહી છે, જેને લઈને વન્યજીવ પ્રેમીઓમાં ભારે ચિંતા વ્યાપી ગઈ હતી .

