VIDEO: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો: કાનૂની કાર્યવાહી શરૂ કરવી એ આત્મહત્યા માટે ઉશ્કેરણી નથી
સોર્સ : gstv
સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે કાનૂની પ્રણાલીનો આશરો લેવા કે ફરિયાદ નોંધાવવા માત્રથી કોઈને આત્મહત્યા માટે ઉશ્કેરણીનો આરોપી માની શકાય નહીં. જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ વિજય બિશ્નોઈની બેન્ચે ગુજરાત હાઇકોર્ટના આદેશને રદ કરતા આ ટિપ્પણી કરી હતી. આ કેસમાં પત્ની અને તેના પરિવાર દ્વારા દાખલ કરાયેલ ઘરેલુ હિંસા અને ભરણપોષણની નોટિસ બાદ પતિએ આત્મહત્યા કરી લીધી હતી. મૃતકના પરિવાર દ્વારા સાસુ, સસરા અને સાળા સામે IPC ની કલમ 306 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. કોર્ટે જણાવ્યું કે માત્ર કાયદાકીય પ્રક્રિયા અપનાવવાથી ગુનો સાબિત થતો નથી.

