VIDEO: દિલ્હી પ્રદર્શન અંગે સુપ્રીમની પ્રશાસન અંગે ટીપ્પણી, માખી મારવા માટે હથોડાનો ઉપયોગ ન કરવો જોઈએ
સોર્સ : gstv
સીજેપા પ્રદર્શનને લઈને મેટ્રો સ્ટેશનો બંધ કરવા અને ટ્રેનો રદ કરવાના નિર્ણય પર કોર્ટે કડક વલણ અપનાવતા કહ્યું કે, માખી મારવા માટે હથોડાનો ઉપયોગ ન કરવો જોઈએ. દરેક વ્યક્તિ પાસે પોતાની કાર હોતી નથી. સામાન્ય જનતા જાહેર પરિવહન પર નિર્ભર હોય છે, તેથી તેને સંપૂર્ણપણે બંધ કરી શકાય નહીં. બીજી તરફ, અહેવાલ મુજબ, સુરક્ષા વ્યવસ્થા માટે CAPF ની 221 કંપનીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેમાં અંદાજે 23 હજાર જવાનો સામેલ છે. આ ઉપરાંત, દિલ્હીના વિવિધ જિલ્લાઓમાં લગભગ 10 ડિટેન્શન સેન્ટર તૈયાર કરવામાં આવી રહ્યા છે. દિલ્હી પોલીસે પણ સરહદો પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી છે. એવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે કે આગામી દિવસોમાં મોટી સંખ્યામાં મેટ્રો સ્ટેશનો બંધ રાખવામાં આવી શકે છે અને દિલ્હી આવતી અનેક ટ્રેનો રદ થઈ શકે છે.

