VIDEO: સીજેપીના સ્થાપક અભિજીત દીપકેની શાંતિપૂર્ણ પ્રદર્શનની અપીલ
સોર્સ : gstv
CJPના સ્થાપક અભિજીત દીપકે અપીલ કરી છે. તેમણે કહ્યું કે, અમારી તરફથી કોઈ ખોટું કામ કરશે નહીં. સંસદ માર્ચ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહેશે. જેથી આંદોલનને બદનામ ન કરી શકાય. CJP મંચ પરથી પણ શાંતિપૂર્ણ પ્રદર્શન કરવા અપીલ કરવામાં આવી રહી છે. અભિજીત દીપકે કહ્યું કે, આ અમારી જવાબદારી છે કે આ પ્રદર્શન અને સંસદ માર્ચ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહે. અમે છેલ્લા એક મહિનાથી અહીં બેઠા છીએ. CJP એ સંસદ માર્ચ માટે કોઈ નક્કી રૂટ પ્લાન જાહેર કર્યો નથી. બીજીબાજુ CJPના સંસદ માર્ચને કારણે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તકેદારીના કેટલાક પગલા લીધા છે. જનપથ, રાજીવ ચોક, પટેલ ચોક, સેન્ટ્રલ સેક્રેટરિએટ અને સેવા ભવન મેટ્રો સ્ટેશનો બંધ કરી દેવાયા છે.

