VIDEO: ગુમ થયેલા વ્યક્તિઓ માટે FIR નોંધવા મામલે સુપ્રીમ કોર્ટની રાજ્યોને કડક ચેતવણી
સોર્સ : gstv
સુપ્રીમ કોર્ટે ગુમ થયેલા વ્યક્તિઓ માટે ત્વરિત FIR નોંધવાના આદેશનું પાલન ન કરનાર રાજ્ય સરકારોને કડક ચેતવણી આપી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્દેશ વય કે લિંગના ભેદભાવ વિના દરેક ગુમ થયેલા વ્યક્તિ માટે સમાન રીતે લાગુ પડે છે….કેટલાક રાજ્યો દ્વારા આ નિયમ ફક્ત બાળકો પૂરતો મર્યાદિત હોવાનું ખોટું અર્થઘટન કરાતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. જો હવે નિર્દેશનું પાલન નહીં થાય, તો સંબંધિત મુખ્ય સચિવ અને ડીજીપીને અદાલતના તિરસ્કારની નોટિસ જારી કરીને રૂબરૂ બોલાવવામાં આવશે અને તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

