Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Supreme Court rejects Lalu Yadav's plea to stay trial in Land for Job scam

લેન્ડ ફોર જોબ સ્કેમમાં લાલુ યાદવને ઝટકો, સુપ્રીમે ટ્રાયલ પર સ્ટે આપવાની અરજી ફગાવી 

Timeછેલ્લું અપડેટ : 18 Jul 2025
લાઇવ ટીવીGoogle News
લેન્ડ ફોર જોબ સ્કેમમાં લાલુ યાદવને ઝટકો, સુપ્રીમે ટ્રાયલ પર સ્ટે આપવાની અરજી ફગાવી 
સોર્સ : googel

IRCTC સંબંધિત જમીન નોકરી કૌભાંડ કેસમાં RJD સુપ્રીમો અને પૂર્વ રેલ્વે મંત્રી લાલુ પ્રસાદ યાદવને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે લાલુ યાદવની ટ્રાયલ પર સ્ટે આપવાની માંગણી ફગાવી દીધી છે. આ સાથે, સુપ્રીમ કોર્ટે સુનાવણી પર સ્ટે આપવાનો ઇનકાર કરીને આ અરજીનો પણ નિકાલ કર્યો હતો. 

App Store

જણાવી દઈએ કે RJD સુપ્રીમો લાલુ યાદવ સંબંધિત આ કેસની સુનાવણી લાંબા સમયથી ચાલી રહી છે. હવે આ મામલો ટ્રાયલ કોર્ટથી હાઇકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. જોકે, શુક્રવાર, 18 જુલાઈ, 2025 ના રોજ આ હાઇ-પ્રોફાઇલ કેસમાં લાલુ યાદવને દેશની સૌથી મોટી કોર્ટ તરફથી મોટો ફટકો પડ્યો છે. હવે હાઇકોર્ટે આ કેસમાં તાત્કાલિક અને ઝડપી ટ્રાયલ હાથ ધરવી પડશે. 

જણાવી દઈએ કે, વર્ષ 2004થી 2009 વચ્ચેના સમયગાળા દરમિયાન લાલુ યાદવ રેલવે મંત્રી હતા. તેમના કાર્યકાળ દરમિયાન નિયમોની અવગણના કરીને કેટલાક લોકોને રેલવે ગ્રુપ ડીની પોસ્ટ પર નોકરી આપવામાં આવી હતી. તેના બદલામાં લાલુ પરિવારના સભ્યો અને અન્ય સહયોગીઓના નામે જમીનોની નોંધણી કરવામાં આવી હોવાનો આરોપ છે. સીબીઆઈ આ કેસના ગુનાહિત પાસા પર તપાસ કરી રહી છે, જ્યારે ઈડી મની લોન્ડરિંગના પાસા પર તપાસ કરી રહી છે. બંને તપાસ એજન્સીઓએ લાલુ યાદવની મુશ્કેલી વધારી છે.