VIDEO: અરવલ્લી સંરક્ષણ સમિતિની મુદત લંબાવવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, ૩૦ નવેમ્બર સુધીમાં અહેવાલ સોંપવા આદેશ
સોર્સ : gstv
સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતોની વ્યાખ્યા અને સંરક્ષણ મામલે રચાયેલી ઉચ્ચ-શક્તિવાળી સમિતિની છ મહિનાની સમયમર્યાદા વધારવાની અરજી ફગાવી દીધી છે. દેશના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે ટકોર કરી હતી કે પેનલ તેમની નિવૃત્તિની રાહ જોઈ રહી હતી અને જો કામ ન થઈ શકે તો સમિતિની પુનઃરચના કરવામાં આવશે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ૩૦ નવેમ્બર, ૨૦૨૬ની સમયમર્યાદામાં જ અહેવાલ સોંપવા માટે દિવસ-રાત કામ કરવું પડશે. આ સાથે પેનલે રાજસ્થાન અને ગુજરાતના આદિવાસીઓ સહિત તમામ હિસ્સેદારોની ચિંતાઓને ધ્યાનમાં રાખી વ્યાપક પરામર્શ પ્રક્રિયા સુનિશ્ચિત કરવી પડશે.

