VIDEO: અરવલ્લી પર્વતમાળા સંરક્ષણ અહેવાલ: સુપ્રીમ કોર્ટે સમિતિની સમયમર્યાદા લંબાવવાની માંગ ફગાવી, ૩૦ નવેમ્બર સુધીમાં રિપોર્ટ સોંપવા આદેશ
સોર્સ : gstv
સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અને સંરક્ષણ અંગેનો અહેવાલ રજૂ કરવા માટે છ મહિનાનો સમય માંગતી ઉચ્ચ-શક્તિ પ્રાપ્ત સમિતિની અરજી ફગાવી દીધી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતના નેતૃત્વ હેઠળની બેન્ચે સખત ટિપ્પણી કરતા જણાવ્યું કે સમિતિ નિવૃત્તિની રાહ જોઈ રહી હોય તેમ સમય માંગે છે….કોર્ટે સમિતિને દિવસ-રાત કામ કરી આગામી 30 નવેમ્બર સુધીમાં રિપોર્ટ રજૂ કરવા સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે. આ સાથે રાજસ્થાન અને ગુજરાતના આદિવાસીઓ સહિત તમામ હિસ્સેદારો સાથે પરામર્શ કરવા તથા જરૂર પડ્યે વચગાળાના અહેવાલો રજૂ કરવા પણ છૂટ અપાઈ છે. આ મામલાની આગામી સુનાવણી 2 ડિસેમ્બરે હાથ ધરાશે.

