VIDEO: સુપ્રીમ કોર્ટે કોકરોચ જનતા પાર્ટીની 5 સપ્ટેમ્બરની કૂચ પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો
સોર્સ : gstv
સુપ્રીમ કોર્ટે કોકરોચ જનતા પાર્ટીને ૫ સપ્ટેમ્બરે દિલ્હીમાં કૂચ કાઢવાની મંજૂરી આપતા તેના પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે. દેશના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે તમામ પક્ષોને શાંતિપૂર્ણ રીતે વર્તવાની અપેક્ષા વ્યક્ત કરી હતી. કોર્ટે જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થાના આ મામલે હાલ ન્યાયિક હસ્તક્ષેપની જરૂર નથી, જેનો સંબંધિત એજન્સીઓએ ઉકેલ લાવવો જોઈએ. આ સુનાવણી નિવૃત્ત પોલીસ અધિકારીની જાહેરહિતની અરજી પર થઈ હતી, જેમાં ગત ૨૦ જુલાઈએ જંતર-મંતર પર થયેલા પ્રદર્શન દરમિયાન ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને વળતર અને સરકારી સંપત્તિના નુકસાનની વસૂલાતની માંગ કરાઈ હતી.

