VIDEO: દિલ્હી-એનસીઆરમાં મહિલા સુરક્ષા મુદ્દે સુપ્રીમ કોર્ટનો કડક આદેશ: પોલીસ જિલ્લાઓમાં વિશિષ્ટ ટીમ રચવા નિર્દેશ
સોર્સ : gstv
સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં મહિલાઓ અને સગીર છોકરીઓ વિરુદ્ધના ગુનાની ગંભીર નોંધ લઈને અધિકારીઓને કડક નિર્દેશો જારી કર્યા છે. કોર્ટે દિલ્હી પોલીસ કમિશનરને ચાર અઠવાડિયામાં દરેક પોલીસ જિલ્લામાં ખાસ સમર્પિત ટીમો બનાવવા આદેશ આપ્યો છે, જેનું નેતૃત્વ ડીએસપી કક્ષાના અધિકારી કરશે….આ ટીમ અસુરક્ષિત અને સંવેદનશીલ વિસ્તારોનું સર્વેક્ષણ કરી સંવેદનશીલતા નકશો તૈયાર કરશે. આ સાથે જ નબળી લાઇટીંગ અને પેટ્રોલિંગના અભાવ જેવા જોખમી પરિબળોને ઓળખીને તાત્કાલિક પગલાં લેવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

