VIDEO: દિલ્હી-એનસીઆરમાં મેઘરાજાની બેટિંગ: ભારે વરસાદથી ફ્લાઇટ ડાયવર્ટ અને ટ્રાફિકજામ સર્જાયો
સોર્સ : gstv
ઉત્તર ભારતમાં ચોમાસું સક્રિય થતાં દિલ્હી અને આસપાસના NCR વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. પ્રતિકૂળ હવામાનને કારણે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટ સેવાઓ ખોરવાઈ હતી અને ૧૨ ફ્લાઇટને જયપુર તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.... ભારે વરસાદના કારણે ગુરુગ્રામના સોહના રોડ પર બે ફૂટ પાણી ભરાતા ચાર કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. હવામાન વિભાગે ગુરુગ્રામ અને ફરીદાબાદમાં ઓરેન્જ એલર્ટ જારી કરી આગામી સમયમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે, જોકે આ વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે.

