VIDEO: પેકેટ ફૂડમાં વધુ પડતી ખાંડ, મીઠું પર સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી ગંભીર ચિંતા
સોર્સ : gstv
પેકેટમાં મળતા ખાદ્ય પદાર્થોમાં વધુ પડતી ખાંડ, મીઠું અને સેચ્યુરેટેડ ફેટના પ્રમાણને લઈને સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. પેકેટની આગળના ભાગે સ્પષ્ટ ચેતવણી આપતું લેબલ લગાવવાની અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે બાળકોના સ્વાસ્થ્યને અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યું છે. જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે જણાવ્યું કે આ મામલો રાષ્ટ્રીય હિત સાથે જોડાયેલો છે અને કોર્ટ ટૂંક સમયમાં ઔપચારિક નિર્દેશ જારી કરશે. આગામી સુનાવણી 28 સપ્ટેમ્બરે થશે. અરજદારોએ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ પર વધુ કડક ચેતવણીની પણ માગ કરી છે.

