Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Support for 'two-state solution' to Israel-Palestine issue and major statement by Ministry of External Affairs on India-China border trade

VIDEO: ઈઝરાયલ-પેલેસ્ટાઈન મુદ્દે 'ટુ-સ્ટેટ સોલ્યુશન'નું સમર્થન અને ભારત-ચીન સરહદી વેપાર અંગે વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે સાપ્તાહિક મીડિયા બ્રીફિંગ દરમિયાન પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને ભારત-ચીન સરહદી વેપારને લઈને મહત્વની વિગતો શેર કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત હંમેશાં ઈઝરાયલ-પેલેસ્ટાઈન વિવાદમાં 'ટુ-સ્ટેટ સોલ્યુશન'નું સમર્થન કરે છે.

App Store

ઈઝરાયલ-પેલેસ્ટાઈન મુદ્દે ભારતનું વલણ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે ઈઝરાયલ-પેલેસ્ટાઈન સંઘર્ષ અંગે ભારતના સૈદ્ધાંતિક વલણને દોહરાવતા કહ્યું હતું કે, "અમે ટુ-સ્ટેટ સોલ્યુશનનું સમર્થન કરીએ છીએ." ભારતે સતત એ વાત પર ભાર મૂક્યો છે કે બંને દેશો વચ્ચે સીધી વાટાઘાટો દ્વારા શાંતિપૂર્ણ અને કાયમી ઉકેલ આવવો જોઈએ.

ભારત-ચીન સરહદી વેપાર ચોકીઓ શરૂ કરવા પર મહત્વનો ખુલાસો

ભારત અને ચીન વચ્ચેના સરહદી વેપાર સંદર્ભે પ્રવક્તાએ જણાવ્યું કે ત્રણ ટ્રેડિંગ પોસ્ટ્સને ફરી સક્રિય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  નાથુ લા સરહદી વેપાર પોઈન્ટ શરૂ થઈ ચૂક્યો છે. નાથુ લા સિવાય અન્ય બે સ્થળો છે જ્યાંથી ભારત-ચીન સરહદી વેપાર ચાલતો રહ્યો છે. તે બે ચોકીઓ અંગે વર્તમાન સ્થિતિ શું છે તેની સચોટ વિગતો મેળવીને પછીથી સ્પષ્ટતા કરવામાં આવશે.

તેમણે ઉમેર્યું હતું કે અગાઉ યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં સરહદી વેપાર ચોકીઓને ફરીથી સક્રિય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તે મુજબ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News