VIDEO: સુખબીરસિંહ બાદલના AAP સરકાર પર આકરા પ્રહાર
સોર્સ : gstv
હોશિયારપુરના છબ્બેવાલમાં અકાલી દળ દ્વારા ‘પંજાબ બચાવો રેલી’ યોજાઈ, જેમાં પાર્ટી પ્રમુખ સુખબીર સિંહ બાદલે AAP સરકાર પર આકરા પ્રહાર કર્યા. સુખબીર બાદલે આરોપ લગાવ્યો કે સરકાર પોતાની ઈમાનદારી દર્શાવવા માટે જનતાના કરોડો રૂપિયા ખર્ચી રહી છે. તેમણે પોલીસ, અધિકારીઓ અને સરકારી નોકરીઓમાં કથિત ભ્રષ્ટાચારના ગંભીર આરોપો પણ લગાવ્યા. બાદલે કહ્યું કે સરકાર પોલીસનો ઉપયોગ કરીને લોકોને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે પંજાબમાં ગેરકાયદે માઇનિંગના મુદ્દે પણ AAP સરકારને ઘેરી અને ED સમક્ષ તપાસની અરજી કરવાની વાત કરી. રેલી દરમિયાન સુખબીર બાદલે મુખ્યમંત્રી ભગવંત માન સહિત AAP નેતાઓ સામે આકરા આક્ષેપો કર્યા.

