VIDEO: ગાયત્રી બિશ્નોઈ મુદ્દે શિરોમણી અકાલી દળના નેતા હરસિમરત કૌર બાદલના સરકાર પર તીખા પ્રહારો
સોર્સ : gstv
પટિયાલા ખાતે શિરોમણી અકાલી દળના વરિષ્ઠ નેતા અને સાંસદ હરસિમરત કૌર બાદલે ગાયત્રી બિશ્નોઈ પ્રકરણને લઈને આમ આદમી પાર્ટી અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે અને સરકાર સત્તાના નશામાં વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. બાદલે સ્પષ્ટ કર્યું કે રાજકીય બદલાની ભાવનાથી કરવામાં આવતી કાર્યવાહી સામે તેમની પાર્ટી શાંત નહીં બેસે. તેમણે રાજ્યના લોકોના અધિકારો અને ન્યાય માટે સડકથી લઈને સંસદ સુધી ઉગ્ર લડત ચાલુ રાખવાની ચીમકી આપી હતી.

