VIDEO: ભારતની નવી માઇક્રો મિસાઇલ ‘જ્વાલા’નું સફળ પરીક્ષણ
ભારતીય ખાનગી સંરક્ષણ કંપની આઈજી ડિફેન્સે પોતાના જ્વાલા માઈક્રો-મિસાઈલ કાર્યક્રમ હેઠળ બે સોલિડ રોકેટ મોટર્સનું સફળ પરીક્ષણ કર્યું છે. 3 ઓક્ટોબરે વહેલી સવારે 4 વાગ્યે કરવામાં આવેલું આ પરીક્ષણ કંપની અને દેશના સંરક્ષણ ક્ષેત્ર માટે એક મોટો માઈલસ્ટોન છે. જ્વાલા એ ભારતનો પ્રથમ સ્વદેશી ખાનગી માઈક્રો-મિસાઈલ પ્રોજેક્ટ છે, જે ખાસ કરીને દુશ્મનના ડ્રોનને હવામાં જ નષ્ટ કરવા માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. આજના આધુનિક યુદ્ધમાં ડ્રોન ઝૂંડ મોટો પડકાર બની ગયા છે. સસ્તા ડ્રોનને તોડી પાડવા માટે અત્યંત મોંઘી મિસાઈલોનો ઉપયોગ કરવો આર્થિક રીતે પોસાય તેમ નથી. આ જ જરૂરિયાતને ધ્યાને રાખીને જ્વાલા મિસાઈલ બનાવવામાં આવી રહી છે. આ મિસાઈલ અત્યંત સસ્તી હોવાથી તેને ખૂબ મોટા પાયે બનાવીને સરહદો પર તૈનાત કરી શકાશે, જેનાથી ભારતની સુરક્ષા વધુ અભેદ્ય બનશે.

