VIDEO: જમ્મુમાં પરીક્ષા મુદ્દે વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન
સોર્સ : gstv
જમ્મુ અને કાશ્મીરના જમ્મુ શહેરમાં વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા સંબંધી વિવિધ મુશ્કેલીઓ અને દિલ્હીમાં થયેલા યુવા વિરોધ પ્રદર્શનના સમર્થનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં એકઠા થયેલા વિદ્યાર્થીઓએ પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાની માંગ સાથે રસ્તા પર ઉતરીને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને પ્રશાસન સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ દિલ્હીમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા યુવાનો પર થયેલી પોલીસ કાર્યવાહીની પણ સખત શબ્દોમાં ટીકા કરી હતી. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

