VIDEO: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે CJPના નેતાઓના આકરા આક્ષેપો
સોર્સ : gstv
કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJPના પ્રમુખ અભિજિત દીપકેએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે આકરા આક્ષેપો કર્યા છે. SIR મુદ્દે ચૂંટણી પંચ સાથે મતભેદ હોવાના દાવા વચ્ચે દીપકેએ જ્ઞાનેશ કુમારને લઈને આકરી ટિપ્પણી કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે આક્ષેપ કર્યો કે, જ્ઞાનેશ કુમાર ચૂંટણી નથી કરાવી રહ્યા, પરંતુ ચૂંટણીની પટકથા લખી રહ્યા છે. તેમણે મતદાર યાદીમાંથી 12 કરોડથી વધુ નામ હટાવાયા હોવાનો દાવો પણ કર્યો છે. CJPના સહ-સંયોજક આશુતોષ રાંકાએ પણ જ્ઞાનેશ કુમાર પર લોકતંત્રને નુકસાન પહોંચાડવાનો આક્ષેપ કર્યો છે.

