VIDEO: ટ્રાફિક નિયમ ભંગ સામે સુપ્રીમ કોર્ટનો કડક આદેશ
સોર્સ : gstv
દેશભરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે સુપ્રીમ કોર્ટે કડક નિર્દેશ આપ્યા છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે લાંબા સમયથી બાકી ઈ-ચલણ ધરાવતા વાહનો સામે કાર્યવાહી કરવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચના આપી છે. સત્તાવાર આંકડા મુજબ દેશમાં 49 હજાર 194 કરોડ રૂપિયાના ઈ-ચલણમાંથી 23 હજાર 19 કરોડ રૂપિયાનો દંડ હજુ બાકી છે. બાકી દંડ નહીં ભરાય ત્યાં સુધી વાહનની કેટલીક ડિજિટલ સેવાઓ, જેમ કે આર.સી. રિન્યૂઅલ અને સરનામું બદલવા પર રોક રહેશે. આવા વાહનોને ફિટનેસ અને પીયુસી પ્રમાણપત્ર નહીં આપવા તેમજ પરિવહન પોર્ટલ પર બ્લેકલિસ્ટ કરવા પણ નિર્દેશ અપાયા છે. વારંવાર નિયમોનો ભંગ કરનારા ચાલકોના ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.

