VIDEO: ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાડતી જોખમી સવારીનો વીડિયો
સોર્સ : gstv
વડોદરા શહેરના આજવા રોડ પરથી ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાડતી જોખમી સવારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં એક ઓટો રિક્ષાની છત પર જોખમી રીતે પાણીની મોટી ટાંકી અને લાંબા પાઈપો લટકાવેલા જોવા મળી રહ્યા છે. રિક્ષાચાલકે ક્ષમતા કરતા વધુ ઓવરલોડ સામાન મૂકીને ટ્રાફિકના તમામ નિયમોને નેવે મૂક્યા હતા. શહેરના વ્યસ્ત ગણાતા આજવા રોડ પર આ પ્રકારે ભારે માલસામાન સાથે બેફામ દોડતી રિક્ષાને કારણે અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવ પણ જોખમમાં મુકાયા હતા. કોઈપણ મોટી દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદારી લેશે તે એક સવાલ છે.. લોકોની માંગ છે કે ટ્રાફિક પોલીસે આવા બેફામ અને નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

