VIDEO: ઉપરી અધિકારીનું કડક વર્તન આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો બનતી નથી: સુપ્રીમ કોર્ટ
સોર્સ : gstv
સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે ઉપરી અધિકારીનું કડક વર્તન, શિસ્તબદ્ધ દેખરેખ કે પ્રદર્શન પરની પ્રતિકૂળ ટિપ્પણીઓ આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો બનતી નથી…જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ એન. કોટિશવર સિંહની બેન્ચે જણાવ્યું કે ફોજદારી જવાબદારી માત્ર દુઃખદ પરિણામ પર આધારિત ન હોઈ શકે, પરંતુ તેના માટે સભાન ઇરાદો દર્શાવતી વધારાની સામગ્રી હોવી જરૂરી છે. મહિલા વન રેન્જ અધિકારીને આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં વરિષ્ઠ વન અધિકારી વિનોદ શિવકુમારને મુક્ત કરતાં કોર્ટે આ અવલોકન કર્યું હતું અને તેમની સામેની ફોજદારી કાર્યવાહી રદ કરી છે.

