VIDEO: બીમાર દર્દીના પસાર થવા મુદ્દે તણાવ
સોર્સ : gstv
ત્રિપુરાના હાટાઈકાટર વિસ્તારમાં NH-8 પર ચાલી રહેલા રસ્તા રોકો આંદોલન દરમિયાન તણાવની સ્થિતિ સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ, બીમાર દર્દીને લઈ જતું વાહન પસાર થવા મુદ્દે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. મામલો ઉગ્ર બનતા બંને પક્ષો વચ્ચે ઝપાઝપી થયાની પણ માહિતી સામે આવી છે. NH-8 પર અવરજવર અટકાવાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દર્દીની તબિયતને ધ્યાનમાં રાખીને રસ્તો ખોલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થતાં સ્થળ પર તણાવનો માહોલ જોવા મળ્યો હતો.

