Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Spillway gates of Salal Hydroelectric Power Project opened

VIDEO: સલાલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટના સ્પિલવે ગેટ ખોલવામાં આવ્યા

Timeછેલ્લું અપડેટ : 12 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે ચેનાબ નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. નદીમાં પાણીની આવક સતત વધતા સલાલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટના સ્પિલવે ગેટ ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી વધારાનું પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં વહીવટીતંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને નદી કિનારાના રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસી જવા અપીલ કરાઈ છે. સવારના દ્રશ્યોમાં ડેમના ગેટમાંથી પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો જોવા મળ્યો હતો. આપત્તિ વ્યવસ્થાપનની ટીમ અને સ્થાનિક પ્રશાસન પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે જેથી કોઈપણ આપત્તિને રોકી શકાય.

App Store